Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મોરબી: ધરમપુર-ટીંબડી બ્રિજનું ડાયવર્ઝન પાણીમાં ડૂબતા વાહનવ્યવહાર માટે બંધ

ધરમપુર-ટીંબડી બ્રિજનું કામ ચાલુ હોવાથી બનાવેલા કામચલાઉ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોની સુવિધા માટે નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને બંધ માર્ગ પર સાહસ ન કરવા અને માત્ર નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા વિશેષ અનુરોધ કરાયો છે.

Gujarati

ગુજરાત હવામાન અપડેટ: આગામી 3 કલાક માટે ભારે વરસાદ અને નાઉકાસ્ટ એલર્ટ

ભારે વરસાદના જિલ્લાઓ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પ્રતિ કલાક 15 મિ.મી.થી વધુ ભારે વરસાદની સંભાવના છે.આ દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.વાદળમાંથી જમીન પર વીજળી પડવાની 60 ટકાથી વધુ સંભાવના હોવાથી વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાશે.હવા

Gujarati

વલસાડ પૂર હોનારત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક

આ બેઠકમાં નાણાંમંત્રી કનુ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સફળ સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા એક જ દિવસમાં 12,376 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પડકારજનક કામગીરી કોઈ પણ જાનહાની વિના પાર પાડવા બદલ 'ટીમ વલસાડ'ને અભિનંદન પાઠવવામાં આવ્યા.ભારે વરસાદના આંકડા ઉમરગામમાં એક જ દિવસમાં 1064મિ.મી. (42.56 ઈંચ) અને કપરાડામાં સિઝનનો સૌથી વધુ  2566મિ.મી. (102.64 ઈંચ) વરસાદ નોંધાયો છે.

Gujarati

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

દવાઓ અને ક્લોરીન ટેબલેટ્સનો જથ્થો પૂરના પાણી ઓસર્યા બાદ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જિલ્લાઓમાં જરૂરી દવાઓ, ક્લોરીન ટેબલેટ્સ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.આશ્રય શિબિરો અને સગર્ભા મહિલાઓની કાળજી આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત નાગરિકોનું નિયમિત તબીબી ચેકઅપ કરવા તથા સંપર્કવિહોણા ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા વિશેષ આયોજન કરાયું છે.તબીબોની રિઝર્વ ટીમો ઓછાં વરસાદવાળા જિલ્લાઓમાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમોને રિઝર્વ રાખવા સૂચના અપાઈ છે.મંત્રીનો પ્રવાસ  ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સીધી સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સડક માર્

Gujarati

અમદાવાદમાં ધોધમાર વરસાદથી ગરમીથી રાહત; શાળાઓના સમયમાં ફેરફારનો નિર્ણય

હવામાન વિભાગની આગાહી આગામી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.શાળાઓ માટે મહત્વનો નિર્ણય ભારે વરસાદને પગલે DEO દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓને સ્થાનિક પરિસ્થિતિ મુજબ સમયમાં ફેરફાર કરવાની અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વહેલી રજા આપવાની છૂટ આપવામાં આવી છે.પશ્ચિમ રેલવે હેલ્પ ડેસ્ક: ભારે વરસાદના કારણે મુસાફરોની અગવડતા દૂર કરવા માટે અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને વિરમગામ ખાતે રેલવે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે.
 

Gujarati

ગાંધીનગર: SEOC ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વરસાદી સ્થિતિની સમીક્ષા

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ  આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ CEO ધવલ પટેલ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિત વિવિધ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ભારે વરસાદ બાદ વોટર લોગીંગ દૂર કરવા SMCની સઘન કામગીરી

મેયરની મધરાત્રે ઓચિંતી મુલાકાત  મેયર માયાબેન માવાણીએ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે ન્યુ પર્વત સુએઝ પમ્પિંગ સ્ટેશનની મધરાત્રે મુલાકાત લઈ પમ્પિંગ વ્યવસ્થા સતત કાર્યરત રાખવા સૂચના આપી હતી.ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ICCC ખાતે મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર તથા વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.જનસુરક્ષા પર ભાર સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Gujarati

રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ

આગામી વર્ષનું આયોજન વર્ષ 2026-27માં વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ કરાશે, જેમાં અમરેલીમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ અને ખેડબ્રહ્મામાં હોસ્ટેલનો સમાવેશ થાય છે.ન્યુ એઈજ સ્કિલ્સ બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ યુવાનોને આધુનિક કૌશલ્ય તાલીમ આપવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ: રાજ્યની ITIમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે રેમ્પ, ટેક્ટાઈલ ફ્લોરિંગ, બ્રેઈલ માર્કિંગ અને વિશેષ શૌચાલય વિકસાવવામાં આવી રહ્યા છે.શ્રમિકોની સલામતી પર ભાર: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ બાંધકામ સાઇટ્સ અને કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય તથા સલામતી પર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આ

Gujarati

દમણગંગા ડેમના 10 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ: 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ડેમની સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા 10 દરવાજા 6 મીટર સુધી ખોલીને નદીમાં 2,59,734 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.ડેમમાંથી પાણી છોડાતા રખોલી, કુડાચા મેઘવાળ, મસાટ, રિવર ફ્રન્ટ, પીપરીયા આંબેડકર વિસ્તાર, લેન્ડમાર્ક, ટોકરખાડા અને ગોકુળ કેનેરા બેંક તથા રેડક્રોસ બિલ્ડીંગ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાવચેતીના પગરૂપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને સતત બીજા દિવસે પણ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ જારી કરાયા છે.

Gujarati

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી માર્ગોને નુકસાન: વન અને માર્ગ વિભાગની ટીમ સ્થળ પર રવાના

આજે સવારે થયેલા ધોધમાર વરસાદને કારણે એક સ્થળે માર્ગનો ભાગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર પર અસર સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાત્મક તેમજ મરામતની કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.આજના બે કલાકમાં (સવારે 6 થી 8) નોંધાયેલ વરસાદ આહવા: 57 મિ.મી,વઘઈ: 56 મિ.મી,સુબીર: 40 મિ.મી,જિલ્લાનો સરેરાશ વરસાદ: 51 મિ.મી.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, નદી-નાળાઓ તેમજ ધોવાણગ્રસ્ત માર્ગોની નજીક ન જવું અને પ્રશાસનની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply