Skip to main content
Settings Settings for Dark

Live TV

X

એસ. જયશંકર દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી હ્યુનને મળ્યા, દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂક્યો

બેઠક પછી, વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, "વિદેશ મંત્રી ચો હ્યુનને મળીને આનંદ થયો. અમારી ચર્ચા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની તાજેતરની ભારત મુલાકાતના પરિણામો પર આધારિત હતી. અમે રાજકીય, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકો સંપર્કો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની સમીક્ષા કરી. અમે સ્ટાર્ટઅપ્સ, ફિનટેક અને બહુપક્ષીય મંચો (લોકો-ટુ-લોકો) માં તકોની પણ ચર્ચા કરી."

Gujarati

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા તંત્ર સક્રિય: DGP અને મનપા કમિશનર દ્વારા એસ.જી. હાઈવેનું નિરીક્ષણ

રાજ્યના DGP જી.એસ. મલિક અને મનપા કમિશનરે આજે એસ.જી. હાઈવે પર સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું.પેલેડિયમ મોલ ચાર રસ્તાથી લઈને વૈષ્ણવદેવી સર્કલ સુધીના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. પેલેડિયમ મોલ ક્રોસ રોડ પર ટ્રાફિક ઘટાડવા માટે કરવામાં આવેલા ફેરફારો (કટ બંધ કરવાની કામગીરી) અને ટ્રાફિક ફ્લોની સ્થિતિ તપાસવામાં આવી હતી. DGP જી.એસ.

Gujarati

અમદાવાદમાં નકલી બ્લડ પ્લાઝમાનું રેકેટ ઝડપાયું: 11 લાખનો જથ્થો જપ્ત, 4ની ધરપકડ

અસલી બ્લડ પ્લાઝમા. ના જથ્તા સાથે નકલી પ્લાઝ્મા સપ્લાય કરવામા આવતું હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.. સાથે જ 11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો પ્લાઝમા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી હતી.

સાથે સાથે ભારતમાં આ પ્રકારનું પ્રથમ વખત કૌભાંડ ઝડપી પાડવા મામલે આરોગ્ય મંત્રીએ અમદાવાદ એસોજી પોલીસ વિભાગને શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આ મામલે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Gujarati

દાહોદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 24મો શાળા પ્રવેશોત્સવ સંપન્ન: 300થી વધુ બાળકોને કરાવ્યો પ્રવેશ

ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને આધુનિક વિજ્ઞાન લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં આવ્યું છે.આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. ઉપરાંત, દીકરીઓ માટે 'નમો લક્ષ્મી' અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે 'નમો સરસ્વતી' યોજના હેઠળ 50,000 સુધીની સહાય આપવામાં આવે છે.સ્થળાંતર અટકાવવા પ્રયાસ: સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ‘વનબંધુ કલ્યાણ યોજના-2’ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ અને શિક્ષણની ક્રાંતિ આવી છે, જેનાથી લોકોનું પલાયન અટકશે.

Gujarati

વાસણા બેરેજના ગેટનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ

હાલમાં સાબરમતી નદીમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આગામી દિવસોમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ક્રમશઃ વધશે અને નદી ફરીથી જળસભર બનશે. નદીમાં પાણીનું આગમન થતાં રિવરફ્રન્ટ વિસ્તારનું સૌંદર્ય વધુ નીખરશે.પાણી ભરાવાની પ્રક્રિયા ચાલુ હોવાથી હાલમાં નદીના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઓછું છે અને તેમાં સતત વધારો  થઈ રહેલ છે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે નદીના પટ, નીચાણવાળા વિસ્તારો, ઘાટો તથા પાણીના સ્તરમાં ફેરફાર થઈ શકે તેવા સ્થળોએ બિનજરૂરી અવરજવર અથવા પ્રવૃત્તિઓ ટાળે.

Gujarati

ભારતીય નૌકાદળની તાકાત વધારવા SAIL નું યોગદાન: 3 નવા જહાજો માટે 5700 ટન ખાસ સ્ટીલનો પુરવઠો

ગત 21 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જહાજોને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા.આ જહાજો માટે SAIL દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત DMR 249A ગ્રેડ હોટ-રોલ્ડ શીટ્સ અને પ્લેટ્સ પૂરી પાડવામાં આવી છે.આ સ્ટીલ બોકારો, ભિલાઈ અને રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ્સમાં તૈયાર કરવામાં આવ્યું છે.SAIL 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત યોગદાન આપી રહ્યું છે.SAIL ના ચેરમેન ડૉ. અશોક કુમાર પાંડાએ જણાવ્યું હતું કે, કંપની સંરક્ષણ ક્ષેત્રની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે DMR-ગ્રેડ પ્લેટ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Gujarati

વડોદરા સાવલી જી.આઈ.ડી.સી. સ્થિત હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઈન્ડિયા કટિંગ ડિસ્ક અને ડ્રિલિંગ પ્રોડક્ટ્સ આધારિત કંપની પ્રખ્યાત કંપની

વડોદરા જિલ્લામાં આગામી તા.29-30 જુન 2026 દરમિયાન યોજાનાર મધ્ય ગુજરાતની વાઈબ્રન્ટ સમિટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડોદરા જિલ્લો પહેલાથી જ ઉદ્યોગસાહસિકો માટે મન પસંદ સ્થળ રહ્યું છે. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવામાં વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની બહુ મોટી ભાગીદારી રહી છે.

Gujarati

સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર ડીએમઆરસીએ કામ કર્યું શરૂ

કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહર લાલ, સચિવ મોહુઆ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ પ્રસંગે હાજર હતા.વિગતો આપતા, ગૃહ અને શહેરી બાબતો મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય સચિવાલય સ્ટેશન એક ટ્રિપલ-ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે, જ્યાં નવું મેજેન્ટા લાઇન સ્ટેશન હાલની પીળી અને વાયોલેટ લાઇન સાથે એકીકૃત રીતે જોડાશે. આ અનોખી સુવિધા સરકારી કર્મચારીઓ અને લુટિયન્સ ઝોન અને આસપાસના વહીવટી જિલ્લાઓમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

Gujarati

ચોમાસા પહેલા ઉકાઈ ડેમ સજ્જ: પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ

ગુજરાતના મહત્વના ડેમો પૈકીનો ડેમ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ છે, આ ડેમને દક્ષિણ ગુજરાત ના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાની લાઈફ લાઇન પણ ગણવામાં આવે છે, આ વિસ્તારની સધ્ધરતા અને હરિયાળો રાખવામાં ઉકાઈ ડેમ મહત્વની ભૂમિકા ભજવે છે, હવે ચોમાસાની શરૂઆતના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ ડેમના સત્તાધીશો દ્વારા ડેમની પ્રી મોન્સૂન ની કામગીરી પૂર્ણ કરી ડેમની કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાથે ચોમાસા દરમ્યાન સતત સંપર્ક માં રહી કામગીરી કરાઈ છે, જે અંગે ની રિવ્યુ મિટિંગ પણ પુર્ણ કરી દેવામાં આવી છે, અહીં ફ્લડ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દઈને 24×7 પાણીની આવક જાવક પર નજર રાખવામાં આવ

Gujarati

પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને કર્યા મંત્રમુગ્ધ

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહેતા, બાળકોના સર્વાંગી અને શારીરિક વિકાસ માટે પણ એક નવું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. "આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ" અંતર્ગત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાંઓએ યોગની અદભુત કૃતિ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા.આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના નાના બાળકો ખૂબ જ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનો કરતા જોવા મળ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply