Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન, AMC દ્વારા શ્રમિકોને મફત ORSના પેકેટનું વિતરણ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 24 મે ગુરૂવારના રોજ અમદાવાદનું તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું.

    અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 24 મે ગુરૂવારના રોજ અમદાવાદનું તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. આ ભીષણ ગરમીમાં અમદાવાદીઓએ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ કર્યો હતો. 

    આ અંગ દઝાડતી ગરમીનો સૌથી વધુ ભોગ અમદાવાદના શ્રમિકો બની રહ્યા છે. શ્રમિકોને ગરમીથી બચાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકા સતત કામ કરી રહી છે. મહાનગર પાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા અત્યારે શ્રમિકોને ગરમીમાંથી રાહત મળે તે માટે ઓઆરએસના પેકેટનું વિનામુલ્યે વિતરણ શરૂ કરાયું છે. 

    આગાહી પ્રમાણે અમદાવાદમાં હજુ પણ 4 દિવસ આકરી ગરમી પડવાની છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા ગરમીથી બચવા માટે માહિતી દર્શક પેમ્પલેટનું પણ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે જેથી હીટ સ્ટ્રોક થાય કે લુ લાગી જાય તો કેવી રીતે બચી શકાય તેની માહિતી પત્રિકામાં આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply