અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો પ્લેનના ટોઈલેટમાંથી 4.26 કરોડનું સોનું જપ્ત
Live TV
-
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા 4,26,89,325ની કિંમતનું વિદેશી મૂળનું સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરોએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે સોનાને વિમાનની અંદર અત્યંત શાતિર રીતે છુપાવ્યું હતું.
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા 4,26,89,325ની કિંમતનું વિદેશી મૂળનું સોનું ઝડપી પાડ્યું છે. દાણચોરોએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે સોનાને વિમાનની અંદર અત્યંત શાતિર રીતે છુપાવ્યું હતું.
સ્પીકર બોક્સની અંદરથી મળ્યા સોનાના બિસ્કિટ
કસ્ટમ્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, દુબઈથી આવેલી ઈન્ડિગો ફ્લાઈટ (6E-1478) લેન્ડ થયા બાદ અધિકારીઓ દ્વારા પ્લેનની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
-
એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી જ્યારે પ્લેનના આગળના ભાગમાં આવેલા શૌચાલય (Lavatory) ની તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
-
શૌચાલયમાં રહેલા સ્પીકર બોક્સની અંદર કાળી પ્લાસ્ટિક ટેપથી વીંટાળેલી બે પોટલીઓ (Pouches) છુપાવવામાં આવી હતી.
-
આ પોટલીઓ ખોલતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતા ધરાવતા 24 વિદેશી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2,799.3 (આશરે 2.8 કિલો) છે.
કોઈ દાવેદાર ન મળતાં સોનું 'બિનવારસી' જાહેર
કસ્ટમ્સ એક્ટ, 1962ના નિયમોનું ઉલ્લંઘન કરીને આ સોનું ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જોકે, તપાસ દરમિયાન વિમાનમાં સવાર કોઈ પણ મુસાફરે આ સોના પર પોતાનો દાવ કર્યો નહોતો. આથી કસ્ટમ્સ વિભાગે આ કરોડો રૂપિયાના સોનાને 'બિનવારસી' (Unclaimed) ગણીને જપ્ત કરી લીધું છે. હાલ આ સોનાને પ્લેનમાં છુપાવનાર અજ્ઞાત વ્યક્તિની શોધખોળ અને ગલ્ફ દેશોના આ આખા સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલર્સનું હોટસ્પોટ!
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી સોનાની દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કસ્ટમ્સ વિભાગે તાજેતરમાં ઝડપેલા કેટલાક ચકચારી કિસ્સાઓ નીચે મુજબ છે:
સમય ક્યાંથી આગમન કેવી રીતે છુપાવ્યું? જથ્થો અને કિંમત જૂન (વર્તમાન કેસ) દુબઈ પ્લેનના ટોઇલેટમાં સ્પીકર બોક્સની અંદર 2.8 કિલો સોનું (₹4.26 કરોડ) ફેબ્રુઆરી દુબઈ પેસ્ટ (લિક્વિડ) ફોર્મમાં અંડરવેરની અંદર 601.9 ગ્રામ સોનું (₹96.06 લાખ) ફેબ્રુઆરી જેદ્દાહ 4 મહિલાઓ દ્વારા રોડિયમ કોટેડ ચેઈન-બંગડી સ્વરૂપે 945.57 ગ્રામ જ્વેલરી (₹1.52 કરોડ) કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગલ્ફ દેશોના રૂટ પરથી સોનાની હેરાફેરી કરવા માટે સ્મગલર્સ અવનવા કિમીયા અજમાવી રહ્યા છે, પરંતુ એરપોર્ટ પર કડક ચેકિંગ અને બાતમીદારોના નેટવર્કને કારણે આવા તમામ પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.
-
