Skip to main content
Settings Settings for Dark

આગામી 10 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે વિધાનસભાનું સત્ર

Live TV

X
  • આગામી 10 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે. એક દિવસના આ વિધાનસભા સત્રમાં સીએએ બિલ અંગેના અહેવાલો તેમજ અન્ય રજૂઆતો રજૂ કરવામાં આવશે. આ તમામ મુસદ્દા તૈયાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે, જે અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલ મંત્રીઓની વહિવટી કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ સરકારના જુદા જુદા વિભાગની કામગીરીની રજૂઆતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, ગૃહમંત્રી તેમજ ઉર્જા મંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત બાળ મૃત્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવામાં સરકાર સફળ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply