ગાંધીનગર : કુડાસણ ખાતે સમર યોગ કેમ્પનો શુભારંભ
Live TV
-
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા 20 મે થી 29 મે સુધી દસ દિવસ બાળકો સાથે સમર કેમ્પનું સુંદર આયોજન થયેલ છે. જે અંતર્ગત ગાંધીનગરમાં કુડાસણ ખાતે ગુડા ના ગાર્ડનમાં સમર યોગ કેમ્પનો શુભારંભ થયો હતો.
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર હેમલત્તાપટેલ, સમર કેમ્પ ના સંચાલક રશ્મી મકવાણા, અને સહ સંચાલક ચાર્મી વૈષ્ણવ, અને સાથી ટીમે બાળકોને પ્રાર્થના, ભગવત ગીતાના શ્લોક, બેઝિક સુક્ષ્મ વ્યાયામ અને આસન પ્રાણાયામ સાથે બૌદ્ધિક રમતો સાથે સારા સંસ્કારોનું સિંચન થાય તેવું ઘડતર તેવી જ્ઞાનસભર વાતો રમત રમતમાં જણાવવામાં આવેલ, જે નિરંતર દસ દિવસ સુધી ચાલુ રહેશે.
