Skip to main content
Settings Settings for Dark

ગુજરાત મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યુ

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 86.91% આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 84.67 % જયારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 89.23% આવ્યું છે.

    આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 3,35,145 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ 3,35,145 પરીક્ષાર્થીઓ પૈકી 2,91,287 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જેમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં સુબીર, છાપી, અલારસા છે. આ કેન્દ્રોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. તો 56.43 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડભોઈ છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 1064 છે. વધુ પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે. ડાંગનું પરિણામ 95.41 ટકા જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ 76.49 ટકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply