ગુજરાત ATS એ પોરબંદરમાંથી જાસૂસ ઝડપી પાડ્યો
Live TV
-
ISI સાથે કનેકશન ધરાવતા એક શખ્સને ગુજરાત એટીએસે ઝડપી લીધો છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી જતીન જીતેન્દ્ર ચારણીયા નામના શખ્સને ઝડપી લેવામા સફળતા મળી છે. અને તેમને સાત દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજુ કરવામા આવ્યો છે.
નામદાર કોર્ટે આરોપીના 5 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે.ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર પી.બી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળેલ કે, જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા, પોરબંદર, જે પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે, કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહીતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ WhatsApp તથા Telegram એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે આમ કરીને તે દેશ વિરોધી પ્રવૃતિ કરી રહેલ છે.
