Skip to main content
Settings Settings for Dark

જામનગર અને ડાંગમાં ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે 9 ઓક્ટોબરની રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ, કાળા રંગની થાર ગાડીએ આઇ-20 કારને પાછળથી ટક્કર મારતાં કાર એક ખાનગી કંપનીની બસ સાથે અથડાઈ હતી. 

    અકસ્માતમાં આઇ-20માં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અકસ્માત છે કે કોઈ કાવતરૂ, તે અંગે પીઆઇ વી.એમ.ડોડીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    ડાંગ જિલ્લાના આહવા-વઘઈ માર્ગ પર શનિવારે(10 ઓક્ટોબર) વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે 4 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

    અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ક્રેનની મદદથી નદીમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
apply