Skip to main content
Settings Settings for Dark

ડાંગ : ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા PMO કાર્યાલયના નિયામક સહભાગી થયા

Live TV

X
  • ડાંગમાં પરિભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા PMO કાર્યાલયના નિયામક જોડાયા હતા. ‘રાષ્ટ્રહિત સર્વોપરી’ ની ભાવના સાથે સૌને સને 2047 ના વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના કાર્યાલયના વરિષ્ઠ સનદી અધિકારી એવા નિયામક એશ્વર્યા સિંઘે, પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી યોજનાકિય લાભોથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી. 

    ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારેલા PMO નાં નિયામકએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની શ્રેણીબદ્ધ યોજનાઓની જાણકારી સાથે લાભ લેવાની પણ ઉમરપાડા સહિતના ગામોના ગ્રામજનોને અપીલ કરી હતી.

    કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ 2047 સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ ગ્રહણ કર્યું હતું. તો વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.

    કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા પ્રધાનમંત્રીની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ, આરોગ્ય અને પશુ આરોગ્ય વિભાગના નિદાન અને સારવાર કેમ્પ, ડ્રોનથી દવા છંટકાવનું નિદર્શન, સ્વચ્છતા વિષયક શેરી નાટક (ભવાઈ) ની પ્રસ્તુતિ, તજજ્ઞો દ્વારા યોજનાકિય જાણકારી, ધરતી કરે પુકાર નૃત્ય નાટિકા, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ, પ્રતિભાશાળીઓનું સન્માન જેવા કાર્યક્રમો સહિત જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply