Skip to main content
Settings Settings for Dark

દીવમાં પોષણ અભિયાન દીવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરી પોષણયુક્ત ખોરાક વિશે માર્ગદર્શન અપાયું

Live TV

X
  • બાળકોને કેવા પ્રકારનો અને કેટલી માત્રામાં ખોરાક આપવો જોઈએ?

    દીવ પોષણ અભિયાન અંતર્ગત દીવ જિલ્લા ખાતે કલેક્ટર મતિ ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ તથા બાળ વિકાસ પરિયોજનાના નેતૃત્વ હેઠળ માલાળા ઓડિટરિયમ ખાતે દીવ જિલ્લાને કુપોષણ મુકત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવમાં 40 માંથી 5 આંગણવાડી કુપોષણ મુક્ત થઈ છે. દીવમાં કુલ 800 બાળકો કુપોષિત હતા, જેમાં 513 બાળકો કુપોષિત મુક્ત થયા છે. 

    તે ઉપરાંત પ્રોગ્રામમાં જે બાળકો હજુ પણ ગ્રીન રેડ કે યેલો ઝોનમાં છે. તેમના માતા-પિતાને આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે તેમને બાળકોના ખોરાક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેની સાથે બહેનોએ સ્વયં બનાવેલી વાનગીઓ કાર્યક્રમમાં યોજાયેલ વાનગી સ્પર્ધામાં રજૂ કરી હતી.  

    બાળ વિકાસ પરિયોજના અધિકારી ગાયત્રી બેન જાટ તથા દીપા બેન વાજા (પોષણ અભિયાન ) તથા ડો. કેતન રાલોલીયા હેલ્થ વિભાગ દ્વારા પ્રથમ 1000 દિવસનું મહત્વ, સ્તનપાન, તેમજ કુપોષણ દૂર કરવા વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે તેમના ગંભીર પ્રશ્ન પણ ઉકેલવામાં આવ્યા. તેમજ બાળકોને કેવા પ્રકારનો અને કેટલી માત્રામાં ખોરાક આપવો તેમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

    આ કાર્યક્રમમાં ADM ડૉ. વિવેક કુમાર, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, DYSP સંદીપ રૂપેલા, મામલતદાર ધર્મેશ દામણીયા, કે. વાય. સુલતાન હેલ્થ ઓફિસર બ્રહ્મા કુમારી ગીતા તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી ગાયત્રી આર જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં  ચિરાગ શાહ (ડિસ્ટ્રિક્ટ કોઓડીનેટર), દિપાલી પટેલ (બ્લોક-કોઓડીનેટર) અને દિપા વાજા  (ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ) "મિશન શક્તિ " ની ટીમ જેમાં નિસર્ગ ઉપાધ્યાય (જિલ્લા કો -ઓડીનેટર ) આસીમ મનસુરી (ઓપરેટર ) ડૉ. તૃપ્તિ છાંટાબાર (જેન્ડર સ્પેશ્યયાલિસ્ટ ) રવીશા વિરજી તેમજ દીવ જીલ્લાની દરેક આંગણવાડી વર્કર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply