નર્મદા જિલ્લામાં ધોરણ 12 ના બંને પ્રવાહનું પરિણામ ઉત્તમ આવતા ખુશીનું મોજું ફરી વળ્યું
Live TV
-
નર્મદા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.63% જાહેર થયું
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર દ્વારા ધોરણ 12 ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.63% આવ્યું છે. તો તેની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઊંચું કહી શકાય એવુ 91.27% પરિણામ આવ્યું છે. બંન્ને પ્રવાહમાં સારૂ પરિણામ આવતા વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહનું નર્મદાનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં નર્મદા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.63% જાહેર થયું હતું. જયારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું ઊંચું કહી શકાય એવુ 91.27% પરિણામ જાહેર થયું હતું. નર્મદા જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્રનું 72.40% આવ્યું હતું. જયારે ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 64.01%આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 876 વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી. તો A2 ગ્રેડમાં 15, B1 ગ્રેડમાં 56, B2 ગ્રેડમાં 132, C1 ગ્રેડમાં 199, C2 ગ્રેડમાં 164, D ગ્રેડમાં 39, E1 માં શૂન્ય, NI માં 270 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે સામાન્ય પ્રવાહનું નર્મદાનું કેન્દ્રવાર પરિણામ જોતા રાજપીપલા કેન્દ્ર નું પરિણામ 89.50%, ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 88.15%, ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 97.70%, તિલકવાડા કેન્દ્રનું પરિણામ 96.90%, સેલંબા કેન્દ્રનું પરિણામ 87.66% નોંધાયું છે. નર્મદા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ બેસેલા 3390 વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડમાં 3, A2 ગ્રેડમાં 121, B1 ગ્રેડમાં 575, B2 ગ્રેડમાં 933, C1 ગ્રેડમાં 937, C2 ગ્રેડમાં 475 , D ગ્રેડમાં 49, E1 માં 1, NI માં 302 વિદ્યાર્થીઓ નોંધાતા જિલ્લામાં પરિણામ 91.27% જાહેર થયું હતું. બંન્ને પ્રવાહનાં નર્મદા જિલ્લામાં સારુ પરિણામ આવતા વાલી વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
