નાફેડના ચેરમેન પદે જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા
Live TV
-
સહકારી ક્ષેત્રમાં ઈફકોની ચર્ચાસ્પદ ચુંટણી પછી ફરીથી નાફેડની ચુંટણીમાં પણ મેન્ડેટના વિષયને લઈને ચર્ચા ચાલી હતી. આજે દિલ્હીમાં નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપના અગ્રણી જેઠા ભરવાડની નાફેડના ચેરમેન તરીકે પસંદગી થઇ છે. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. 21 ડિરેક્ટરોએ ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
આજે દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્લીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠા આહિર (ભરવાડ)ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે.
પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર જેઠા ભરવાડ ચૂંટણી જીતી ચૂક્યા છે અને હાલમાં ધારાસભ્ય તરીકે કાર્યરત છે.
