Skip to main content
Settings Settings for Dark

પોરબંદરઃ મિયાણી મરીન પોલીસનો અદ્દભૂત માનવીય અભિગમ

Live TV

X
  • પોરબંદરના મિયાણી મરીન પોલીસનો સંવેદનશીલ માનવીય અભિગમ; દરિયાકાંઠે ભટકતા મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારના માનસિક દિવ્યઅંગ યુવકનું પરિવાર સાથે કરાવ્યું 'મિલન' -માનવસેવા એ જ પ્રભુ સેવા' ના સિદ્ધાંત થયો મૂર્તિમંત

    પોરબંદર જિલ્લાના મીયાણી ગામની મરીન પોલીસે માનવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મરીન પોલીસના પીએસઆઈ ઉષાબેનને આ વિસ્તારમાં એક માનસિક રીતે અસ્વસ્થ યુવક ભટકતો હોવાની માહિતી મળી હતી. તેથી સ્ટાફના કર્મચારીઓ આ યુવકને લઈને પોલીસ સ્ટેશને લાવ્યાં હતાં.

    તેની પુછપરછ કરતાં તે મધ્યપ્રદેશના સિરોહ જિલ્લાનાં સુરાઈધાબા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને આ યુવકનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે યુવકની ખુબ જ સાર સંભાળ અને દરકાર રાખી હતી. જેને લઈને યુવકના પરિવારજનોએ મરીન પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply