Skip to main content
Settings Settings for Dark

પોરબંદર અને કુતિયાણામાં રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાયું

Live TV

X
  • EVM, વીવીપેટ વગેરેની થઇ રહેલ કામગીરીની-તૈયારીઓની અધિકારીઓ સાથે સમીક્ષા કરી ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓના આરોગ્યની તકેદારી રાખવા મેડિકલ સ્ટાફને જરૂરી સુચના કલેક્ટરએ આપી

    પોરબંદર અને કુતિયાણા મત વિસ્તારના રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરનું કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા નિરીક્ષણ કરાયું હતું. માધવાણી કોલેજ અને જવાહર નવોદય વિધાલય ખાતે ઇવીએમ, વીવીપેટ વગેરેની થઇ રહેલ કામગીરીની-તૈયારીઓની અધિકારીઓ સાથે સમીક્ષા કરી ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓના આરોગ્યની તકેદારી રાખવા મેડિકલ સ્ટાફને જરૂરી સુચના કલેક્ટરએ આપી હતી.

    લોકશાહીના આ ઉત્સવની તડામાર તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાન પ્રક્રિયાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા તા.7 મેના રોજ લોકશાહીના આ મહાપર્વ અંતર્ગત મતદાન પ્રક્રિયાની થઈ રહેલ હાલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ માધવાણી કોલેજ તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં ઇ.વી.એમ., વીવીપેટ વગેરે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરીનું આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને સ્થળોએ જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા ચૂંટણીલક્ષી થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓના આરોગ્યની તકેદારી રાખી મેડિકલ વિભાગની ટીમને પણ જરૂરી સુચનો કરાયા હતા. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી થયેલ કામની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, કુતિયાણા પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પારસ વાંદા તેમજ પોરબંદર વિધાનસભાના ચૂંટણી અધિકારી સંદીપ જાદવ સહિત મામલતદાર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply