પ્રધાનમંત્રી મોદીના તરીકેના 12 વર્ષ: ગુજરાત એક મજબૂત અને સર્વસમાવેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે દેશભરમાં અગ્રેસર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં આવેલી સ્ટાર્ટઅપ ક્રાંતિમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્ય આજે 19 ,000 થી વધુ DPIIT માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે દેશના અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે.
કેન્દ્ર સરકારના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચ વર્ષથી ‘બેસ્ટ પર્ફોર્મર’ રાજ્ય રહ્યું છે.રાજ્ય સરકારની ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી’ (SSIP 1.0 અને 2.0) હેઠળ 13,047થી વધુ વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને આર્થિક સહાય મળી છે. આ ઉપરાંત 4,043 થી વધુ IPR ફાઇલ કરવામાં આવ્યા છે અને 22 .72 લાખથી વધુ વિદ્યાર્થીઓને જાગૃતિ અભિયાન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) અત્યાર સુધીમાં 750 સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન અને સહાય આપી ચૂક્યું છે. અહીંથી ઈન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટઅપ્સે 4,000થી વધુ રોજગારીનું સર્જન કર્યું છે અને તેમની માર્કેટ વેલ્યૂ અંદાજે 3,569 કરોડ સુધી પહોંચી છે. તેમજ 446 કરોડથી વધુનું ખાનગી ભંડોળ પણ એકત્ર કર્યું છે.‘WEstart’ અને ‘herSTART’ જેવા કાર્યક્રમો થકી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ‘WEstart’ હેઠળ 269 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવી છે, જે રાજ્યની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુવાનોને ‘જોબ સીકર’માંથી ‘જોબ ક્રિએટર’ બનાવવાના સંકલ્પ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
