મોરબીઃ ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું કરાયું આયોજન
Live TV
-
મોરબીઃ ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું કરાયું આયોજન
મોરબીમાં એવન સ્પોર્ટ્સ એકેડેમી અને યુનિક સ્પોર્ટ્સ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીડ ચેમ્પિયનશિપ અને વન અવર ચેમ્પિયનશિપ એમ બે કેટેગરીમાં સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી. મોરબી ખાતે યોજાયેલી આ ઓપન ચેમ્પિયન શીપમાં રાજકોટ, જુનાગઢ, કોડીનાર, લીમડી, જામનગર, સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 350 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા મેડલ સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
