મોરબીના બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં બનેલી હ્રદયદ્રાવક ઘટના માટે શ્રદ્ધાંજલિ સભાનું કરાયું આયોજન
Live TV
-
તમામ મદદ કરવા માટે મોરબીના વકીલો તૈયાર
મોરબીના લાલબાગમાં આવેલા કોર્ટના બિલ્ડિંગમાં બાર એસોસિએશન ખાતે આજે મોરબીના વકીલ મંડળ દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે થઈને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના તમામ વકીલો હાજર રહ્યા હતા.
શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું
જાણવા મળતી પ્રમાણે રાજકોટમાં ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને આ નિર્દોષ લોકોના પરિવારજનોને ન્યાય મળે તેના માટેની પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે. ત્યારે મોરબી શહેરના સમગ્ર વિસ્તારમાં લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટના બિલ્ડીંગમાં કાર્યરત મોરબી જિલ્લા બાર એસોસિએશનના હોલમાં આજે બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયાની આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ મદદ કરવા માટે મોરબીના વકીલો તૈયાર
મોરબી જિલ્લાના તમામ વકીલો આ શ્રદ્ધાંજલિ સભાની અંદર હાજર રહ્યા હતા. તેમજ મૃતક વ્યક્તિના પરિવારજનોને ભગવાન આ આઘાત સહન કરવા માટેની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ તેઓના પરિવારજનોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે માટે થઈને આ કેસ ફાસ્ટ કોર્ટની અંદર ચલાવવામાં આવે અને ઝડપથી ન્યાય અપાવવામાં આવે તેવી લાગણી મોરબીના વકીલો વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જો ભોગ બનેલા પરિવારોને કોઈ પણ જાતની કાયદાકીય મદદની જરૂર હશે. તો તમામ મદદ કરવા માટે મોરબીના વકીલો તૈયાર છે. તેવી પણ લાગણી મોરબી બાર એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરેલ છે.
