મોરબીમાં એઈમ્સના 45થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ
Live TV
-
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાજકોટ એઈમ્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં એઈમ્સના 45થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફે નાગરિકોની આરોગ્ય તપાસ કરી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ નિદાન, તબીબી પરામર્શ અને દવાઓનો લાભ લીધો હતો.રાજ્યસભાના સાંસદ અને રાજકોટ એઈમ્સના સભ્ય કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી છેવાડાના વિસ્તારોના નાગરિકોને નિષ્ણાત તબીબોની સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય છે. રાજકોટ એઈમ્સના ડિરેક્ટર સી. એન. દોરાઈરાજને નાગરિકોને આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પોતાની પાત્રતા ચકાસીને આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો. પાત્ર લાભાર્થીઓને યોજનાના નિયમો અનુસાર સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળી શકે છે.કેમ્પમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
