Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજથી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક સામાન્ય વરસાદની શક્યતા

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે 10 ઓગસ્ટ સુધી વાવ- થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહિસાગર સહિત કુલ 10 જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 70.11 ટકા વરસાદ નોંધાયો છે. સારા વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવકને પગલે રાજ્યના 206 જળાશયોમાં કુલ પાણીની સંગ્રહ ક્ષમતાના 64.01 ટકા પાણીનો સંગ્રહ છે. જે અંતર્ગત રાજ્યના 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. તો 39 ડેમ હાઇએલર્ટ પર છે. જ્યારે 5 ડેમને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 133.06 મીટર નોંધાઇ છે. જેને પગલે સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 81.50 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
apply