વાપીમાં ઔદ્યોગિક સુરક્ષા અને હવા પ્રદૂષણ મોનિટરિંગ અંગે સેમિનાર યોજાયો
Live TV
-
વાપી ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ‘ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને એર પોલ્યુશન મોનિટરિંગ’ વિષય પર સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મનસુખ માંડવિયાએ ઔદ્યોગિક વિકાસ માટે ટકાઉપણું અને પર્યાવરણની સુરક્ષાને અનિવાર્ય ગણાવ્યાં હતાં. તેમણે સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, માળખાગત સુવિધાઓ અને GSTના સરળ માળખાનો ઉલ્લેખ કર્યો હતો.અર્જુન મોઢવાડિયાએ વાપીના ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનમાં ઉદ્યોગોના યોગદાનની પ્રશંસા કરી હતી. સેમિનારમાં ગ્રીન પ્રોડક્ટ્સ, રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકાયો હતો.
