Skip to main content
Settings Settings for Dark

હાટકેશ્વર બ્રિજ 680 દિવસથી બંધ છે, એએમસીના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણના આક્ષેુપો

Live TV

X
  • હાટકેશ્વર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો

    અમદાવાદ શહેરમાં આવેલા હાટકેશ્વર બ્રિજ છેલ્લા 680 દિવસથી બંધ છે. ત્યારે હજારો વાહન ચાલકોને બ્રિજ બંધ હોવાથી તકલીફ પડી રહી છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે ભ્રષ્ટાચારનો આક્ષેપક કરતા કહ્યું હતું કે, AMC ના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય. તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે. 

    જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિનામાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી, તો બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજએ જ હાલતમાં છે અને તેમાંથી કોઈ છુટકારો મેળવી શકતું નથી.  આજે કોંગ્રેસ પક્ષે તે બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો હતો અને હાટકેશ્વર બ્રિજનો ઝડપી નિકાલ કરવા માગણી કરી હતી.

    આક્ષેપના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે અગાઉ બે વાર ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ નીલ આવ્યું હતું. હવે ત્રીજી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને બીડ ખોલવાની અંતિમ તારીખ 4 જુન 2024 ની છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply