Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
108ની સેવા માટે GVK સાથેના MoUને વધુ 10 વર્ષની મંજૂરી આપતા મુખ્યમંત્રી  | DD News Skip to main content
Settings Settings for Dark

108ની સેવા માટે GVK સાથેના MoUને વધુ 10 વર્ષની મંજૂરી આપતા મુખ્યમંત્રી 

Live TV

X
  • અત્યાર સુધીમાં 85 લાખ કરતાં વધુ લોકોને કટોકટી વેળાએ સેવા સાથે અકસ્માત કે અન્ય વિપદામાં વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે 7 લાખ માનવજીવ આ સેવાએ બચાવ્યા છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં અકસ્માત કે આપત્તિના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સેવા પૂરી પાડતી 108 ઇમરજન્સી સેવા માટે GVK EMRI સાથેના MoU વધુ 10 વર્ષ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાઓનો વ્યાપક લાભ વધુ એક દશક માટે પ્રજાજનો-નાગરિકોને મળશે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2007માં તેમના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળ દરમ્યાન આ આપાતકાલિન સેવાઓનો ગુજરાતમાં પ્રારંભ કરાવેલો. 

    53 એમ્બ્યુલન્સ સાથે રાજયમાં ઇમરજન્સી સેવાઓ માટે શરૂઆત કરનારી GVK EMRI આજે 585 એમ્બ્યુલન્સ સાથે સેવારત છે. આ વર્ષે નવી 112 એમ્બુલન્સનો તેમાં ઉમેરો થતાં 650ની સંખ્યા થશે. અત્યાર સુધીમાં 85 લાખ કરતાં વધુ લોકોને કટોકટી વેળાએ સેવા સાથે અકસ્માત કે અન્ય વિપદામાં વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે 7 લાખ માનવજીવ આ સેવાએ બચાવ્યા છે. એટલું જ નહિ 30 લાખથી વધુ મહિલાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ 108 દ્વારા અપાઇ છે. 

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જ ગુજરાતમાં સમૂદ્રી વિસ્તારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાવી છે. તદઉપરાંત નાગરિકોને આપાતકાલમાં બચાવ-આરોગ્ય સેવા આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ મળી રહે તે માટે ગુજરાતે અભિનવ પહેલ રૂપે 108 મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply