15 મેથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર
Live TV
-
મુસાફરોની સગવડતા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના આગમન અને ઉપડવાના સમયમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર-22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન નિર્ધારિત 21:55 કલાકના બદલે 21:45 કલાકે ઉપડશે, સુરેન્દ્રનગર 00.01 કલાકે, 00.30 કલાકે વાંકાનેર, 00.55 કલાકે રાજકોટ પહોંચશે. 01.45 કલાકે, ભક્તિનગર 02.10 કલાકે અને 05.00 કલાકે વેરાવળ પહોંચશે
2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ - વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી 10:35 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 10:30 કલાકે ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય સમાન રહેશે.
3. ટ્રેન નં. 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે ઉપડશે અને 00.54 કલાકે ભક્તિનગર પહોંચશે, રાજકોટ 01.08 કલાકે, વાંકાનેર 01.50 કલાકે, સુરેન્દ્રનગર 01.50 કલાકે, સુરેન્દ્રનગર 02.04 કલાકે. અને ગાંધીનગર 05:40 કલાકે.
4. ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન જૂનાગઢ 23.21 કલાકે અને રાજકોટ 02.10 કલાકે પહોંચશે.
5. માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનો પર જ ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટ 00.50 વાગ્યે અને ભક્તિનગર 01.25 વાગ્યે પહોંચશે.
6. માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસના સમયમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન સવારે 02.11 કલાકે ભક્તિનગર અને 02.40 કલાકે રાજકોટ પહોંચશે.
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
