Skip to main content
Settings Settings for Dark

2 દિવસ રાજ્યમાં હીટવેવની ચેતવણી યથાવત, 11થી 15 મે દરમિયાન રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી

Live TV

X
  • રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 2 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાત વાસીઓને હજુ 2 દિવસ આકરી ગરમીથી નહીં મળે રાહત. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન યથાવત રહેશે. તો ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ વાળા ગરમ પવન ફૂંકાઈ શકે છે. કચ્છમાં હિટવેવની પરિસ્થિતિ રહેશે. 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયો ગરમીનો પારો. 24 કલાક દરમિયાન 43.1 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. તો 43 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અગનભઠ્ઠી બન્યું. પાટનગર ગાંધીનગરમાં પણ 42 ડિગ્રીને પાર પહોંચી ગયો ગરમીનો પારો. રાજકોટમાં 42.4, અમરેલીમાં 42, વડોદરામાં 41.2, આણંદમાં 41.1 અને ડીસામાં 40.7 ડિગ્રી નોંધાયું મહત્તમ તાપમાન. 

    આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, આગામી 11થી 13 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ પડી શકે છે. આ પ્રિ-મોનસુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર પણ થશે જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, અને દાદરાનગરહવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 11થી 13 મે દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

    11 મેના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 11 મેએ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 12 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી, મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુર, તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી દમણ અને દાદરા નગરહવેલીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. 13 મેએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ પડી શકે છે. 

    14 અને 15 મેએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 13મી મેએ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં તેમજ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ, નવસારી દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ પડી શકે છે. 14 મેએ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમા તાપી, ડાંગ, વલસાડ, નવસારી દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply