Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
CM વિજય રૂપાણીના સાદગીભર્યા દર્શ્યો, બાળકીની CM સાથે સેલ્ફી | DD News Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીના સાદગીભર્યા દર્શ્યો, બાળકીની CM સાથે સેલ્ફી

Live TV

X
  • સાવરકુંડલાની લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સેલ્ફી લેવાની ઇચ્છા દર્શાવતા, મુખ્યમંત્રી બાળકીની ખુશી માટે લીધી સેલ્ફી

    અમરેલી જિલ્લાના સાવરકુંડલાની લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન એક અનોખા દ્રશ્ય સર્જાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલમાં દર્દીઓના હાલ-ચાલ પૂછવા માટે પહોંચ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં દાખલ એક બાળકીને તેઓ મળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકી સાથે વાતચીત કરી હતી, અને બાળકીએ યાદગીરી માટે સેલ્ફી લેવા માટે મુખ્યમંત્રીને કહેતા મુખ્યમંત્રી પણ ખુશ થયા હતા. મુખ્યમંત્રીએ બાળકી સાથે સેલ્ફી લેતા બાળકીના જાણે તમામ દુ:ખ-દર્દ પણ દૂર થઇ ગયા હોય તેમ પણ લાગતું હતું. સાદગી અને બાળકોના પ્રિય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકીની ઇચ્છા પૂરી કરતા બાળકી પણ ખુશ થઇ હતી.

    ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રના લાભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. કથામાં જતાં પહેલા CM વિજય રૂપાણીએ લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં પ્રસૂતા વોર્ડની પણ મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
apply