અવિરત સેવાના 12 વર્ષ પર PM મોદીનો મંત્ર, 'જનસેવા જ સુશાસનની ખરી કસોટી'
Live TV
-
ભારતના રાજકીય ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય જોડાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના વડા તરીકે ૧૨ વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે.
ભારતના રાજકીય ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય જોડાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના વડા તરીકે 12 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ કરી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે જ તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે.
જનસેવા જ સુશાસનની કસોટી: પીએમ મોદી
આ વિશેષ સિદ્ધિ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની લાગણી વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "જનસેવા એ જ સુશાસનની અંતિમ કસોટી છે. જે વ્યક્તિ નમ્રતા અને કર્તવ્યનિષ્ઠા સાથે અવિરત કાર્ય કરે છે, તે જ જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકે છે."
આંકડામાં ઐતિહાસિક મુકામ
વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન તરીકે 4,399 દિવસ પૂર્ણ કરીને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. નોંધનીય છે કે, 2014માં પ્રથમ શપથ લીધા બાદ 2019 અને 2024માં સતત ત્રીજીવાર જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરીને તેઓએ આ સિદ્ધિ મેળવી છે.
વિકાસની ગતિ: 12 વર્ષના યુગની ઓળખ
વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં અનેક પરિવર્તનકારી પ્રોજેક્ટ્સનું નિર્માણ થયું છે, જેણે ભારતને 'વિકસિત ભારત' તરફ ગતિ આપી છે:
-
નવું સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા: આધુનિક ભારતની નવી ઓળખ.
-
કર્મયોગની પ્રતીક: કર્તવ્ય પથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી.
-
આધુનિક પરિવહન: વંદે ભારત ટ્રેન, નમો ભારત RRTS અને ગંગા એક્સપ્રેસવે.
-
સુરક્ષા અને વૈશ્વિક શાન: INS વિક્રાંત અને કાશ્મીર રેલ લિંક જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ.
આજે 'ભારત મંડપમ' ખાતે NDAની ભવ્ય બેઠક
આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે NDAની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ, ૨૨ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના તમામ સહયોગી પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં વડાપ્રધાન મોદીને આ સિદ્ધિ બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે.
-
