Skip to main content
Settings Settings for Dark

કાપડ મંત્રાલય દ્વારા "સૃજન: વોઈસ ફ્રોમ ધ લૂમ" કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • કાપડ મંત્રાલય દ્વારા "સૃજન: વોઈસ ફ્રોમ ધ લૂમ" કાર્યક્રમનું આયોજન: હાથવણાટ ક્ષેત્રની મહિલાઓનું વિશેષ સન્માન

    ભારતના સમૃદ્ધ વણાટ વારસાને જાળવી રાખવામાં અને તેને આગળ ધપાવવામાં અગ્રેસર રહેલી મહિલા વણકરોની પ્રેરણાદાયી યાત્રાને બિરદાવવા માટે કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાપડ મંત્રાલય હેઠળના હાથવણાટ વિકાસ કમિશનરની કચેરી દ્વારા "સૃજન: વોઈસ ફ્રોમ ધ લૂમ" શીર્ષક હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

    આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હાથવણાટ ઉદ્યોગમાં દિવસ-રાત મહેનત કરતી મહિલાઓની અનન્ય સિદ્ધિઓ, તેમની સંઘર્ષ ભરેલી યાત્રા અને દેશની સાંસ્કૃતિક વિરાસતમાં તેમના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાનો છે.

    કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ:મહિલા વણકરોની વિશેષ ઉપસ્થિતિ: 

    દેશભરના વિવિધ હાથવણાટ ક્લસ્ટરોમાંથી 100 કરતાં વધુ મહિલા વણકરો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે, જેઓ પોતાના અનુભવો અને સર્જનાત્મકતા વિશે ચર્ચા કરશે.  
     
    ભારતીય હસ્તકલાના કેન્દ્રસ્થાને મહિલાઓ

    હાથવણાટ ક્ષેત્ર એ ભારતની પારંપરિક ઓળખ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓની સખત મહેનત અને કલા પ્રત્યેની નિષ્ઠાને કારણે જ ભારતની પરંપરાગત વણાટ કળા આજે પણ જીવંત છે. "સૃજન" કાર્યક્રમ દ્વારા આ મહિલાઓની આકાંક્ષાઓ, અવાજ અને તેમના અથાક પ્રયાસોને યોગ્ય મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યની પેઢીઓને પણ પ્રેરણા આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply