ચીનમાં કોરોના વાયરસને અંકુશમાં લેવાના સઘન પ્રયાસો, વાયરસથી 41ના મોત
Live TV
-
યૂરોપ પણ આવ્યું કોરોના વાયરસની ચપેટમાં, ફ્રાન્સમાં ૩ વ્યક્તિ વાયરસથી સંક્રમિત. નેપાળમાં એક વ્યક્તિ સંક્રમિત. ભારતમાં હજી કોઈ કેસ નથી આવ્યો સામે.
ચીનમાં હુબેર પ્રાંતમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને, નિયંત્રિત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને, 41 થઈ ગઈ છે. કોરોના વાયરસના 1287 કેસની પુષ્ટિ કરાઈ છે. તેમાં 239 ગંભીર જણાયા છે. વુહાન બાદ હવે શિયાની, શિયોગાન, એનશી અને જિજાન શહેરોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ શહેરો પર પરિવહન પર રોક લગાવી દેવામાં આવી છે. જેનાથી 4 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શાંઘાઈ ડિઝનીલેન્ડને પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી, બંધ કરવામાં આવ્યુ છે. ચીનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર જાણકારી પ્રસારિત કરી છે, કે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે આયોજિત થનારો સમારોહ, રદ્દ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસ હવે યુરોપના દેશોમાં પણ જોવા મળ્યો છે. ફ્રાંસમાં ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. જે પૈકી એક વ્યક્તિને પેરિસમાં, અને બીજા વ્યક્તિને દક્ષિણ ફ્રાંસના પશ્ચિમી શહેરની હોસ્પીટલમાં, ભર્તી કરવામાં આવ્યા છે. ફ્રાંસના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યુ હતુ , કે યુરોપમાં કોરોના વાયરસના પ્રથમ 2 કેસની પુષ્ટિ થઈ છે, અને દેશમાં કોરોનાના અન્ય કેસ પણ સામે આવવાની આશંકા છે, દરમિયાન નેપાળમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત 1 કેસ સામે આવ્યો છે. નેપાળના સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયે જાણકારી આપી હતી ,કે આ વ્યક્તિ હાલમાં જ, ચીનના વુહાન શહેરની યાત્રાએથી પરત ફર્યા છે , અને તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દરમિયાન અમેરિકામાં પણ કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. જેમા એક મહિલાએ તાજેતરમાં જ વુહાનની યાત્રા કરી હતી , અને હાલ હોસ્પીટલમાં દાખલ છે.
