જામિયા મિલિયા ઈસ્લામિયા પરિસરમાં વિદ્યાર્થીઓ પર કથિત હુમલામાં વિશેષ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
Live TV
-
દિલ્લીની એક અદાલતે દિલ્લી પોલીસને જામિયા મિલિયા ઈસ્લામિયા પરિસરમાં વિદ્યાર્થીઓ પર કથિત હુમલા વિશેષ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો..
દિલ્લીની એક અદાલતે આજે દિલ્લી પોલીસે નાગરિકતા સંશોધન અધિનિયમ વિરુદ્ધ પ્રદર્શન 15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઈસ્લામિયા પરિસરમાં વિદ્યાર્થીઓ પર કથિત હુમલા વિશે એક વિશેષ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે..દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે..
કોર્ટે પોલીસને એ પણ આદેશ આપ્યો કે તેઓ સુનાવણીની આગામી તારીખમાં પોતાની કેસ ડાયરી પણ સાથે લાવે, જેથી ખબર પડે કે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે યુનિવર્સિટી પરિસરમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો..કોર્ટે પોલીસને નિષ્પક્ષ તપાસ કરાવવાનો સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે..
મહત્વનું છે 15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઈસ્લામિયામાં CAA વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું..પોલીસનું કહેવું છે કે હિંસક પ્રદર્શનકારીઓ દોડીને યુનિવર્સિટીની અંદર ગયા હતા, પરંતુ વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોલીસે તેમને નિર્દયતાથી માર્યા હતા..
