"તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ"નો નારો આપનારા નેતાજીની આજે જન્મજયંતી
Live TV
-
'તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ' અને 'જયહિન્દ' જેવા નારાથી આઝાદીની લડાઇને નવી ઉર્જા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જયંતી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ ભારતીય સ્વતંત્રના સંગ્રામના ઇતિહાસમાં સોનેરી અક્ષરમાં લખાયું છે. આઝાદ હિન્દ ફોજના સ્થાપક અને અંગ્રેજોથી દેશને મુક્ત કરવામાં બહુમુલ્ય યોગદાન આપનાર નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓડિસાના કટકમાં થયો હતો. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. દેશ આજે તેમને યાદ કરીને અંજલી આપી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ સુભાષ ચંદ્ર બોઝને તેમની જ્યંતિ પર યાદ કર્યા હતા અને સંદેશ ટ્વિટ કર્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજીને યાદ કરતા કહ્યું હતું કે, નેતાજીની બહાદુરી માટે દેશ હંમેશા તેમને યાદ કરશે. આ પ્રસંગે તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો હતો
