દિલ્હીમાં શ્વસ લેવાનું પણ બન્યું મુશ્કેલ, AQI 300ને પાર
Live TV
-
રાજધાની દિલ્હીમાં શ્વાસ પર ફમ શંકટ આવીને ઉભો હોય તેવી સ્થિતી સર્જાઈ છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300થી વધુ રહ્યો હતો. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો પણ જોવા મળી રહી છે. દિલ્હી સરકારે પ્રદૂષણ ઓછુ કરવા એન્ટી સ્મોગ ગન ચલાવવાનું શરૂ કર્યું છે. આ સ્મોગ ગનથી ધૂળનું પ્રદુષણ ઘટાડી શકાય. આ સિવાય પ્રદૂષણ ઘટાડવા માટે ઘણી વસ્તુઓ પર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ CPCB અનુસાર, 3 ડિસેમ્બરે સવારે 7:30 વાગ્યા સુધી સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 274 પોઈન્ટ પર રહ્યો હતો. દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં 255, ગુરુગ્રામમાં 222, ગાઝિયાબાદમાં 181, ગ્રેટર નોઈડામાં 195 અને નોઈડામાં 162 સ્કોર છે.
દિલ્હીના વિવિધ વિસ્તારોમાં AQI 300થી 400ની વચ્ચે રહ્યો હતો
બવાનામાં 305, જહાંગીરપુરીમાં 307, મુંડકામાં 325, નહેરુ નગરમાં 304, આરકે પુરમમાં 303, રોહિણીમાં 302, શાદીપુરમાં 342, સિરી ફોર્ટમાં 306 છે. અલીપુરમાં 272, આનંદ વિહારમાં 293, અશોક વિહારમાં 285, ચાંદની ચોકમાં 249, મથુરા રોડમાં 235, ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 293, DTUમાં 265, દ્વારકા સેક્ટર 8માં 299, IGI ગાર્ડન એરપોર્ટમાં 257, ITO, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 262, 235 250, લોધી રોડમાં 232, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 271, મંદિર માર્ગમાં 262, નજફગઢમાં 237, નરેલામાં 260, DU નોર્થ કેમ્પસમાં 261, દ્વારકામાં 252, ઓખલા ફેઝ 2માં 278, પંજાબી 278, પાટગંજમાં 271 , પુષા 248, સોનિયા વિહાર શ્રી અરબિંદો માર્ગમાં 289, 238 નોંધાયેલ છે.
