Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ, 10મી નવેમ્બર સુધી નોંધણી માટે ખુલ્લું રહેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ, 10મી નવેમ્બર 2024 સુધી યુવાનો માટે નોંધણી માટે ખુલ્લું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો, આ યોજના માટે તેમની અરજી 10મી નવેમ્બર સુધીમાં સત્તાવાર વેબસાઇટ https://pminternship.mca.gov.in/login પર ઑનલાઇન સબમિટ કરી શકે છે.

    નાણામંત્રીના કાર્યાલયે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ હેઠળ, 21-24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. યુવાનો માટેનું આ પોર્ટલ 10 નવેમ્બર સુધી નોંધણી માટે ખુલ્લું છે. આ યોજના હેઠળ, ભારતની ટોચની 500 કંપનીઓમાં 12 મહિના માટે ઇન્ટર્નશિપ કરવાની તક મળશે.

    કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, આશરે રૂ. 800 કરોડના અંદાજિત ખર્ચ સાથેની આ યોજના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટર્નશિપ માટે 2 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે, કેન્દ્રીય બજેટ 2024-25માં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના કોર્પોરેટ મંત્રાલય https://pminternship.mca.gov.in/login/WWW.PMinternship.mca.gov.in દ્વારા, વિકસિત પોર્ટલ દ્વારા લાગુ કરવામાં આવી છે.

    આ અંતર્ગત હાલમાં 280 કંપનીઓ દ્વારા 1,27,000 ઈન્ટર્નશિપ ઓફર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાયલોટ પ્રોજેક્ટ માટે 1.25 લાખ યુવાનોને ઈન્ટર્નશીપ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે, યોજના હેઠળ, 25 નવેમ્બરથી પસંદ કરેલા યુવાનોને ઑફર લેટર્સ મોકલવામાં આવશે, જ્યારે પસંદ કરેલા યુવાનોની ઇન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી શરૂ થશે.

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી છે. આ હેઠળ, દેશના તે તમામ નાગરિકોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે કે જેમણે તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હાલમાં બેરોજગાર છે. આ યોજના હેઠળ, તાલીમાર્થીને 12 મહિના માટે 5,000 રૂપિયાની માસિક નાણાકીય સહાય અને 6,000 રૂપિયાની એકસાથે ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ યોજના 12 મહિના માટે ભારતની ટોચની 500 કંપનીઓમાં ઈન્ટર્ન બનાવવાની અને શ્રેષ્ઠ પાસેથી શીખવાની તક પૂરી પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply