પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 26મી જાન્યુઆરીની દિલ્હી પરેડમાં ભાગ લેનાર NCC, NSS કેડેટ્સને સંબોધન
Live TV
-
નવી દિલ્હી : પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું 'હું ગણતંત્ર દિવસ માટે અને ગણતંત્ર દિવસ પરેડ માટે તમને બધાને શુભેચ્છાઓ આપુ છું. તમે એક પ્રકારે મિની ઇન્ડીયા, ન્યૂ ઇન્ડીયાને શો-કેસ કરનાર લોકો છે. ભારત હકિકતમાં છે, આ અમારો દેશ અને આખી દુનિયા તમારા માધ્યથી જોશે, જાણશે અને સમજવાનો પ્રયત્ન કરશે.
વધુમાં આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે જ્યારે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વાત કરીએ છીએ, તો આપણે યાદ રાખવું જોઇએ કે ભારત હકિકતમાં શું છે. તેમણે કહ્યું કે ભારતનો કોઇપણ વ્યક્તિ, કોઇપણ ક્ષેત્રે પાછળ રહેવો ન જોઇએ. આપણે જે ન્યૂ ઇન્ડીયા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યાં આ જ આકાંક્ષાઓ, આ જ સપના આપણે પુરા કરવાના છે. આપણે બધાને રાષ્ટ્રના સામૂહિક સંકલ્પોની સાથે પોતાને જોડવા જોઇએ.
