Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું | DD News Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

Live TV

X
  • મુંબઈમાં પવન સાથે મુશળધાર વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ

    મુંબઇમાં ગઇકાલે સુસવાટા મારતા પવનો સાથે મુશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરીને તેમને હરસંભવ મદદનો ભરોસો અપાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ પણ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતીની સમીક્ષા કરી હતી. મુંબઇમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં વાહનો ફસાયા હતા અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો. એન.ડી.આર.એફ. અને આર.પી.એફ. આ સંજોગોમાં લોકોની મદદ આવ્યા હતા. વરસાદને કારણે પાટા પર ઉભી રહી ગયેલી બે લોકલ ટ્રેનમાં ફસાયેલા 55 પ્રવાસીઓને એન.ડી.આર.એફ. અને રેલવે સુરક્ષા દળના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મુંબઇમાં એનડીઆરએફની ચાર અને મહારાષ્ટ્રમાં કુલ 15 ટીમ તૈનાત છે. હવામાન કચેરીએ મુંબઇ અને થાણે સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply