રાજધાની દિલ્હીમાં AQI એ વધારી દિલ્હીવાસીઓની ચિંતા
Live TV
-
રાજધાની દિલ્હીમાં AQI એ વધારી દિલ્હીવાસીઓની ચિંતા
દિલ્હીની હવા આજકાલ ઝેરી બની છે. દિલ્હીના ઘણા ભાગોમાં ધુમ્મસ છવાઈ છે. દિલ્હીના લોકોને આગામી ઘણા દિવસો સુધી પ્રદૂષણથી રાહત મળવાની આશા નથી. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) છેલ્લા ઘણા દિવસોથી અત્યંત નબળી શ્રેણીમાં છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, આજે સવારે આનંદ વિહારમાં AQI 426, મુંડકામાં AQI 417, બવાનામાં 411, બુરારીમાં 377, અશોક વિહાર 417 રહ્યો હતો. બુધવારે, AQI 352 હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં છે.
