રાષ્ટ્રપતિ આજથી 30 નવેમ્બર સુધી તમિલનાડુના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 30 નવેમ્બર સુધી તમિલનાડુના પ્રવાસે રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 28 નવેમ્બરે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓને સંબોધશે.
29 નવેમ્બરે નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાતચિત કરશે
બીજા દિવસે એટલેકે 29 નવેમ્બરે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉધગમમંડલમના રાજભવનમાં આદિવાસી મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો અને નીલગીરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રવાસના બીજા દિવસે એટલેકે 30 નવેમ્બરે તિરુવરુરમાં તમિલનાડુ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
દ્રૌપદી મુર્મૂ તેમના પ્રવાસના છેલ્લા તબક્કામાં 30 નવેમ્બરે તિરુવરુરમાં તમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
