રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા મેલાનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સ્વાગત
Live TV
-
રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ટ્રમ્પે કર્યું વૃક્ષારોપણ
રાષ્ટ્રપતિ ભવન ખાતે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારતા 21 તોપની સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે, ગાર્ડ ઓફ ઓનરની સલામી જીલી હતી અને લશ્કરની ત્રણેય પાંખનાં જવાનોનું નિરીક્ષણ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કરાવાયો હતો અને તેમની સાથે હસ્તધુનન કર્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ સીધા રાજઘાટ ગયા હતાં જ્યાં તેમણે મહાત્માં ગાંધીની સમાધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં ટોચના મંત્રીમંડળ સ્તરની ચર્ચા થશે. બન્ને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતી ઉપર હસ્તાક્ષર થશે. ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારો સામે, સાથે મળીને લડવાની પ્રતિબધ્ધતાને બન્ને નેતાઓએ દહોરાવ્યું હતું
