શ્રીનગર અથડામણમાં બે સીઆરપીએફ જવાન અને બે પોલીસકર્મી ઘાયલ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે સીઆરપીએફ જવાન અને બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તમામ ઘાયલોને ઘટનાસ્થળેથી બહાર કાઢીને આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જૂના શહેરમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નજીક આવતા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના બે જવાનો અને બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઘાયલોને આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આતંકીઓ હજુ પણ સુરક્ષાદળોના ઘેરામાં ફસાયેલા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.
