સૂચના અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી ચેનલોને નિર્દેશ આપ્યા
Live TV
-
સૂચના અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી ચેનલોને નિર્દેશ આપ્યા છે કે ચેનલો પર ભડકાઉ સમાચારો, તસ્વીરો અને હિંસા ભડકે તેવું કોઈપણ લખાણ કે વિષય વસ્તુ ના દર્શાવવામાં આવે...સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રોગ્રામ અને એડવાર્ટઈઝિંગ કોડનું કડકાઈથી પાલન કરીને કાર્યક્રમનું પ્રસારણ કરે..નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે એવી કોઈ પણ વિષય વસ્તુ ના દર્શાવવામાં આવે જેની કાયદો અને વ્યવસ્થા પર અસર પડે કે પછી હિંસા ભડકવાની શક્યતા હોય..કે પછી દેશ વિરુદ્ધ સંદેશ હોય..આ સાથે જ કોઈ પણ એવી તસ્વીર કે પછી શબ્દ ઉપયોગમાં લેવામાં ન આવે, જેનાથી સાંપ્રદાયિક ભાવનાને વેગ મળતો હોય..આ ઉપરાંત કોઈ પણ વિશેષ સમુદાય કે તેમના ધાર્મિક સ્થળ પર હુમલાની તસવીર પણ બતાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે...આ સાથે જ અડધુ સત્ય કે પછી ખોટી માહિતી પણ દર્શાવવાની સૂચના અને પ્રસારણ મંત્રાલયે ના પાડી છે..
