Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
હરિયાણાના સિરસામાં ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મૃત્યુ | DD News Skip to main content
Settings Settings for Dark

હરિયાણાના સિરસામાં ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મૃત્યુ

Live TV

X
  • હરિયાણાના સિરસામાં એક મોટો માર્ગ અકસ્માત થયો. મૃતક પોલીસકર્મીઓ ગુજરાતના છે, જ્યારે ઘાયલ પોલીસ અધિકારી પંજાબના છે.

    હરિયાણાના સિરસામાં થયેલા એક મોટો માર્ગ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના મૃત્યુ થયા હતા, જ્યારે એક પોલીસ અધિકારી ઘાયલ થયો હતો. મૃતક પોલીસકર્મીઓ ગુજરાતના છે, જ્યારે ઘાયલ પોલીસ અધિકારી પંજાબના છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ પોલીસનું એક વાહન સિરસાના સક્તાખેડા ગામ પાસે ભારત માલા રોડ પર બીજા વાહન સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અમદાવાદ પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા હતા, જ્યારે પંજાબ પોલીસના એએસઆઈ જેપી સોલંકી ઘાયલ થયા હતા. ઘાયલ એએસઆઈ ને ડબવાલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ભટિંડા એઈમ્સ માં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

    પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજરાત પોલીસ કોઈ મામલાની તપાસ માટે પંજાબ આવી હતી. ગુજરાત પોલીસની ટીમ, પંજાબના રામા મંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ જેપી સોલંકીને તપાસ માટે પોતાની સાથે લઈ ગઈ હતી. સિરસા જિલ્લાના સક્તાખેડા ગામ નજીક ભારત માલા રોડ પર તેમની કાર એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, પોલીસ વાહન સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું અને ત્રણ પોલીસ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply