DGCAની શો કોઝ નોટિસનો જવાબ આપવા માટે ઈન્ડિગો પાસે આજે સાંજ સુધીનો સમય
Live TV
-
DGCAની શો કોઝ નોટિસનો જવાબ આપવા માટે ઈન્ડિગો પાસે આજે સાંજ સુધીનો સમય
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સના એકાઉન્ટેબલ મેનેજર (Accountable Manager) અને સીઇઓ (CEO)ને 6 ડિસેમ્બરના રોજ ઇશ્યૂ કરેલી કારણ દર્શક નોટિસનો જવાબ આપવા માટે 24 કલાકનો એકવારનો (One-time) વધારાનો સમય આપ્યો છે.
સંચાલનમાં વ્યાપક અવ્યવસ્થા અને નિયમોના ઉલ્લંઘન બદલ આ નોટિસ આપવામાં આવી હતી. ઇન્ડિગોના અધિકારીઓએ વધુ સમયની માંગણી કરતાં, હવે એરલાઇન્સને આજે (સોમવારે) સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાનો વિસ્તૃત જવાબ DGCAને રજૂ કરવાનો રહેશે. DGCAએ સ્પષ્ટ કર્યું છે કે આ પછી કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં.
મુસાફરોને 610 કરોડનું રિફંડ અપાયું
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પ્રવાસીઓની મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિગોને તમામ જરૂરી નિર્દેશો આપ્યા છે. સરકારી સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં મુસાફરોને રૂ. 610 કરોડનું રિફંડ (Refund) ચૂકવી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 6 ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ઇન્ડિગોને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું હતું. જોકે, દેશભરમાં ફેલાયેલા મોટા પાયાના સંચાલકીય પડકારોને ટાંકીને કંપનીએ વધુ સમયની માંગણી કરી હતી, જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવી છે.
