Skip to main content
Settings Settings for Dark

ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ: આજથી 'FIFA વર્લ્ડ કપ 2026' નો ભવ્ય આગાજ

Live TV

X
  • ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ: આજથી 'FIFA વર્લ્ડ કપ 2026' નો ભવ્ય આગાજ

    રમતગમત જગતની સૌથી મોટી અને રોમાંચક સ્પર્ધા ગણાતા '2026 FIFA વર્લ્ડ કપ' નો આજથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ફૂટબોલના ઇતિહાસમાં આ વખતે ઘણી બાબતો પ્રથમ વાર બનવા જઈ રહી છે, જે આ ટુર્નામેન્ટને અભૂતપૂર્વ અને અત્યાર સુધીની સૌથી મોટી બનાવશે.

    ઇતિહાસમાં પ્રથમ વખત 48 ટીમો મેદાને

    આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી જશે. ઇતિહાસમાં પહેલીવાર 32 ના બદલે રેકોર્ડ 48 ટીમો ભાગ લઈ રહી છે. ત્રણ યજમાન દેશો (અમેરિકા, કેનેડા અને મેક્સિકો) એ આ ટુર્નામેન્ટ માટે સીધી લાયકાત (ડાયરેક્ટ ક્વોલિફિકેશન) મેળવી છે, જ્યારે બાકીની 45 ટીમો છેલ્લા બે વર્ષના અત્યંત કઠિન અને લાંબા ક્વોલિફાઇંગ રાઉન્ડ બાદ આ મહાકુંભ સુધી પહોંચવામાં સફળ રહી છે.

    કેવું છે ટુર્નામેન્ટનું નવું ફોર્મેટ?

    નવી વ્યવસ્થા અને વધુ ટીમોના કારણે સ્પર્ધાના ફોર્મેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાગ લઈ રહેલી 48 ટીમોને 4-4 ટીમોના કુલ 12 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચનું સ્થાન મેળવનારી 2 ટીમો (કુલ 24 ટીમો) સીધી જ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત, ત્રીજા સ્થાન પર રહેનારી તમામ ગ્રુપની 8 સર્વશ્રેષ્ઠ ટીમો પણ આગળ વધશે. આ રીતે કુલ 32 ટીમો નોકઆઉટ તબક્કામાં પોતાની જગ્યા પાકી કરશે અને ત્યાંથી હારનાર ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

    39 દિવસ અને 104 મેચોનો ફૂટબોલ રોમાંચ

    સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચાહકોને ફૂટબોલનો રોમાંચક ડોઝ મળવાનો છે. આ મેગા ઇવેન્ટમાં કુલ 104 મેચો રમાશે.  આ મહાકુંભનો અંતિમ મુકાબલો (ફાઇનલ મેચ) 19 જુલાઈ ના રોજ રમાશે, જ્યાં વિશ્વને ફૂટબોલનો નવો સિકંદર મળશે.
     
    ટુર્નામેન્ટની પ્રથમ મેચ મેક્સિકોના ઐતિહાસિક 'મેક્સિકો સિટી સ્ટેડિયમ' (એસ્ટાડિયો અઝટેકા) ખાતે યજમાન મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ભારતીય સમયાનુસાર (IST) આ રોમાંચક મુકાબલો મધ્યરાત્રિ પછી જોવા મળશે. વિશ્વભરના કરોડો ખેલપ્રેમીઓની નજર આગામી એક મહિના સુધી ઉત્તર અમેરિકાના આ ત્રણ દેશો પર ટકેલી રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply