2026 અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનો આજથી અમેરિકાના લાસ વેગાસમાં પ્રારંભ
Live TV
-
2026 અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનો આજથી અમેરિકાના લાસ વેગાસમાં પ્રારંભ
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની રોમાંચક શરૂઆત થઈ ગઈ છે. આજથી અમેરિકાના લાસ વેગાસ સ્થિત થોમસ એન્ડ મેક સેન્ટર ખાતે 2026 અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ નો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 12 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે યુવા રેસલર્સ દેખાડશે દમ
આ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં દુનિયાભરમાંથી 600 કરતા વધુ પ્રતિભાશાળી યુવા કુસ્તીબાજો ભાગ લઈ રહ્યા છે. આ મહાકુંભમાં ગ્રીકો-રોમન, મહિલા ફ્રીસ્ટાઈલ અને પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની વિવિધ વજન શ્રેણીઓમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.
આગામી કેટલાક દિવસો સુધી ચાલનારી આ સ્પર્ધામાં વિશ્વભરના કુસ્તી પ્રેમીઓની નજર યુવા ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે.
