આવતીકાલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે
Live TV
-
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે આવતીકાલે 21મી માર્ચથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થવા જઇ રહી છે. તેવામાં રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓની હિલચાલ તેજ થઇ ગઇ છે. તે અરસામાં ઝારખંડમાં જેએમએમના વિધાનસભ્ય અને પુર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી સીતા સોરેને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઇ ગયા છે.
બીજી તરફ બિહાર લોકસભા ચૂંટણી માટે એનડીએમાં થયેલી બેઠક ફાળવણીથી નારાજ થઇને કેન્દ્રીય ફુડ પ્રોસેસિંગ મંત્રી પશુપતિ પારસે પદ પરથી રાજીનામુ આપી દીધું છે. બિહારમાં તેમને એક પણ બેઠક ફાળવવામાં આવી નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરવા રાજી થઇ ગયા છે. તેઓ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
