Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં રોડશો, રેલીઓ, જાહેર સંમેલનો અને જાહેર સભાઓનું આયોજન કરતાં ગરમાયું રાજકીય વાતાવરણ

Live TV

X
  • 10મી મેની વિધાનસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે, ભાજપ, કોંગ્રેસ, AAP સહિતના ટોચના નેતાઓ રોડ-શો, રેલીઓ, જાહેર સંમેલનો અને જાહેર સભાઓનું આયોજન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી રાજ્યની તેમની પ્રથમ ચરણની મુલાકાતના બીજા દિવસે આજે કોલાર રામનગર જિલ્લામાં જાહેર સભા યોજી હતી. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી ભાજપે કર્ણાટકના લોકોને કોંગ્રેસ અને જે.ડી.ની ભ્રષ્ટ સરકારથી બચાવવાની છે. કોંગ્રેસે ફરી એકવાર તેની ખોટી બાંયધરી બહાર પાડી હોવાનો આક્ષેપ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાર્ટી ક્યારેય રાજ્યની પ્રગતિ માટે કામ કરી શકશે નહીં. 

    આ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટી ક્લીન-બોલેડ રહેશે. પ્રધાનમંત્રીએ ચન્નાપટના અને બેલુર ખાતે બીજેપી ઉમેદવારોના ઉત્સાહને વેગ આપવા વધુ બે જાહેર સભાઓને સંબોધશે અને આજે સાંજે રાજ્ય છોડતા પહેલા મૈસુરમાં બીજો રોડ શો યોજશે. ગઈકાલે, પ્રધાનમંત્રીએ ઉત્તર બેંગલુરુમાં 5.6 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો અને વિવિધ સ્થળોએ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરી હતી.

    આગામી વિધાનસભા ચૂંટણી માટે કર્ણાટકમાં પ્રચાર કરી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે બેલગાવના ખાનપુરમાં જાહેર રેલી કરી હતી. તેમણે લોકોને પાંચ ચૂંટણી વચનો સમજાવ્યા જે તેમની પાર્ટીએ કર્યા છે. તેણી બાગલકોટના જામખંડીમાં પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરશે અને બેલાગવી જિલ્લાના કુડાચીમાં આજે પછી રોડ શો કરશે તેવી અપેક્ષા છે. વધુમાં, શિવમોગામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ચામરાજનગરમાં પક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદારોને તેમની તરફેણમાં આકર્ષવા માટે ઝુંબેશ ચલાવી હતી.

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, જેમણે આજે સવારે ચિત્રદુર્ગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પાર્ટી કર્ણાટક ચૂંટણીમાં સારો દેખાવ કરશે. તે આજે સાંજે બેંગલુરુમાં રોડ શોનો ભાગ બનશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ (સેક્યુલર) નેતા એચડી દેવગૌડા અને તેમના પુત્ર એચડી કુમારસ્વામી તેમની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ જાહેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે.

    આ દરમિયાન ચૂંટણી પંચે કર્ણાટકમાં ચૂંટણી ચાલી રહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને જમીની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને ઉમેદવારો અને મતદારોને લાંચ આપવા અથવા ડરાવવાના પ્રયાસો સામે તુરંત પગલાં લેવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાગરૂકતા મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply