Skip to main content
Settings Settings for Dark

પૂર્વ સરપંચ સહિત 6 ગામનાં 50 લોકો કોંગ્રેસમાં જોડાયા

Live TV

X
  • પૂર્વ સરપંચ સહિત 6 ગામનાં 50 લોકો કોંગ્રેસમાં જોડાયા

    બનાસકાંઠાનાં દાંતા ખાતે કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગેનીબહેનનું ભારે ઉત્સાહથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે દાંતા વિધાનસભા વિસ્તારની લોકસભાની ચૂંટણી કાર્યાલયને ગેનીબહેન ઠાકોરનાં હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું,,, 

    નક્સલવાદ પર જવાબ
    ગેની બહેને કહ્યું કે કોંગ્રેસને ડેન્ગ્યુ,સામ્યવાદીઓ અને નક્સલવાદ સાથે  સરખાવામાં આવે છે એ યોગ્ય બાબત નથી. કહ્યું... નક્સલવાદને નાથવા અમારા પ્રધાનમંત્રી શહીદ થયા.... નક્સલવાદને ડામવા છત્તીસગઢ આખુ હોમાઈ ગયું... આંતકવાદ પ્રવૃત્તિ રોકવા અનેક નેતાઓએ બલિદાન આપ્યા,,,  એમને તો એક કાંટો પણ વાગ્યો નથી એટલે એમને ટીકા કરવાનો કોઈ અધિકાર નથી.

    કોંગ્રેસમાં 50 લોકો જોડાયા
    દાંતામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 50 જેટલા લોકો કોંગ્રેસમાં જોડયા હતા.  પૂર્વ સરપંચ સહિત 6 ગામના લોકોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. પોતાના ગામમાં કોઇ કામ ન થયા હોવાથી પોતે કોંગ્રેસમાં જોડાયા હોવાનું જણાન્યું હતું.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply