અમદાવાદમાં થયું સંસ્કૃત સંમેલનનું આયોજન
Live TV
-
સંસ્કૃત ભાષા વિશ્વની તમામ ભાષાઓની જનની માનવામાં આવે છે. ત્યારે આ સંસ્કૃત ભાષા જન-જન સુધી પહોંચે અને લોકો સંસ્કૃત ભાષાના જાણકાર થાય તેવા હેતુથી સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ સંસ્કૃત ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા સંસ્કૃતભારતી દ્વારા અમદાવાદના મણિનગર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંમેલનના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ મંદિર-કાંકરીયાના મહંત સદ્ગુગુરુ શાસ્ત્રી, સ્વામી હરિઓમપ્રકાશદાસજી અને પશ્ચિમ રેલ્વેના સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠી તથા સંસ્કૃતભારતીના મહાનગર સંયોજક અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સંસ્કૃતના ઉંડા અભ્યાસી સુકુમાર ત્રિવેદી દ્વારા લિખિત વિશ્વની સૌ પ્રથમ સંસ્કૃત ગઝલનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
