સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને અપાયો આખરી ઓપ
Live TV
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાયો, વિવિધ જિલ્લામાં ઈવીએમ અને ચૂંટણીલક્ષી કામગીરીનું વિતરણ કરાયું
આવતીકાલે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2021 અંતર્ગત જિલ્લા પંચાયતો, નાગરપાલીઓ અને તાલુકા પંચાયતોની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે તમામ મતદાન વિસ્તારોમાં મતદાનની તૈયારીઓને છેલ્લો ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આજે ભાવનગર, વલસાડ, બોટાદ, આણંદ, ડાંગ, જામનગર, રાજકોટ, દાહોદ, નવસારી, અને તાપી જેવા વિવિધ જિલ્લાઓમાં આજે ચૂંટણી કર્મચારીઓને ચૂંટણી લક્ષી જવાબદારીઓ સોંપી છે અને જવાબદાર કર્મચારીઓને ઈવીએમ અને અન્ય સામગ્રીની ફાળવણી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મતદાન મથકો પર શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ મતદાન મથકો પર કોરોના ગાઈડલાઇન્સનું પાલન થાય તેની પણ તકેદારી રાખવા માટે જાણવામાં આવ્યું છે.
