Skip to main content
Settings Settings for Dark

ખેડૂતો આનંદો: ક્લિક કરીને જાણો, રાજ્યના ખેડૂતો માટે શું છે મહત્વના સમાચાર ?

Live TV

X
  • રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી: આર. સી. ફળદુ

    કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવનાર છે એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો  ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી. 
    કૃષિમંત્રી આર. સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે તા- ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડી.એ.પી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગથી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગથી વધને રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply